Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વેપારી સાથે ઓનલાઈન 50 લાખની છેતરપિંડી

જામનગરના વેપારી સાથે ઓનલાઈન 50 લાખની છેતરપિંડી

મહિને 25% રિટર્નની લાલચ આપી છેતરપિંડી : અજાણ્યા શખ્સ સામે પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં રહેતા વેપારી યુવાનને વિશ્ર્વાસમાં લઇ ઓનલાઈન રોકાણ કરવાની લાલચ આપી બે મહિના દરમિયાન જુદા જુદા ખાતામાં રૂા.50 લાખની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચર્યાના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ, અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતા અને બેડેશ્ર્વરમાં ચિકોરી પાવડરનું કારખાનું ધરાવતા ધવલભાઈ ભરતભાઈ શાહ (ઉ.વ.32) નામના વેપારીને ગત તા.15/03/2022 ના રોજ તેમના મોબાઇલ નંબર પર પ્લાસ્ટિક કોમોડીટીમાં ઓનલાઈન રોકાણ કરવા અંગે વિવાન નામના શખ્સે મેસેજ કરતા ધવલભાઈએ રોકાણ કરવા માટે રસ દાખવતા ઠગબાજે તેમના મોબાઇલમાં આઈડેક્ષ નામની મોબાઇલ એપ્લીકેશનની લીંક ઈન્સ્ટોલ કરાવી હતી અને તેમાં રોકાણ કરશો તો દર મહિને 25 ટકા રીટર્નની લાલચ આપી હતી. ધવલભાઈએ માર્ચ મહિનમાં અ એપ્લીકેશનમાં દર્શાવેલ ખાતાનું નામ જેન લીન ટેકનોલોજીસ પાવર લી.માં ગત તા.24/03/2022 ના રોજ રૂા.50 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં શખ્સે મેસેજમાં જણાવેલ કે ગોલ્ડ અને ડાયમંડમાં રોકાણ કરવા માટે વધારે રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેથી અમોને પ્લાસ્ટિક કોમોડીટમાં રોકાણ કરવાનું જણાવેલ જેથી અમોને ટ્રાન્સફર કરેલ રૂપિયા વેપારીના આઇડીમાં જમા થયા અને વેપારીને બિડિંગમાં રૂા.5130 નો નફો જોવા મળ્યો હતો. જેથી વેપારીને વિશ્ર્વાસ આવી ગયો હતો અને બાદમાં કટકે કટકે અને પરિવારના ખાતાઓમાંથી ઓનલાઈન રૂા.50,04,075 ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે બાદ ફોન બંધ થઇ ગયો અને કોઇ જવાબ ન આવતો હોવાથી વેપારી સાથે ફ્રોડ થયાની ખબર પડતા જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular