દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શનિવારે જિલ્લા પંચાયતના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા આઠ જેટલા કર્મચારીઓની સામુહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.
જેમાં સિનિયર ક્લાર્ક રાકેશભાઈ ગાડીત (દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ)ને પંચાયત શાખામાંથી સિંચાઈ શાખામાં મુકવામાં આવ્યા છે. સાથે સાથે તેમને કામગીરી ફેરફારથી પ્રમુખના પી.એ.ની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્ક સચિન પાંડાવદરાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની પંચાયત શાખામાં, સમાજ કલ્યાણ શાખાના સિનિયર ક્લાર્ક સુભાષ ખેતીયાને ખંભાળિયા તાલુકા પંચાયતમાં, દ્વારકા તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારી એન.બી. ચાવડાને પંચાયત શાખામાં, સિંચાઈ શાખાના નાયબ ચીટનીશ એ.એન. થાનકીને જિલ્લા પંચાયતની વિકાસ શાખામાં, પંચાયત શાખાના નાયબ ચીટનીશ ભરતસિંહ એમ. સોલંકીને કલ્યાણપુર તાલુકા પંચાયતના મદદનીશ ટીડીઓ તરીકે, કલ્યાણપુર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ભૂમિકાબેન મંડપિયાને જિલ્લા પંચાયતની મહેસુલ શાખામાં, ખંભાળિયા તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્ક હરજુગભાઈ ગઢવીને જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખામાં મૂકવામાં આવ્યા છે.