Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમાજી સૈનિક સાથે મહિલા ડોકટરે કરેલા ગેરવર્તન બાબતે રજૂઆત

માજી સૈનિક સાથે મહિલા ડોકટરે કરેલા ગેરવર્તન બાબતે રજૂઆત

જી.જી. હોસ્પિટલમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં માજી સૈનિક સાથે વેરવતુર્ણક

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતાં સિક્યોરીટી ગાર્ડ અને માજી સૈનિક સાથે મહિલા ડોકટર દ્વારા કરાયેલા અભદ્ર વ્યવહાર બદલ હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના સભ્યોએ વખોળી કાઢી અને મહિલા ડોકટર માફી માગે તેવી રજૂઆત કરી હતી.

- Advertisement -

જી.જી. હોસ્પિટલમાં વર્ષ 2018થી માજી સૈનિકો ખૂબ સરસ કામગીરી બજાવી રહ્યાં છે. માજી સૈનિકો પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક અને ઇમાનદારી તેમજ સંપૂર્ણ લગથી કરે છે. છતાં પણ જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા માજી સૈનિકો સાથે ગેરવર્તણુંક કરવામાં આવે છે. તેવી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે તાજેરમાં જ એક ખૂબ શરમજનક ઘટના બની હતી. જેને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના 1200 સભ્યોએ વખોળી ઘોર નિંદ્રા કરી હતી.

તા. 26ના રોજ માજી સૈનિક સિક્યોરીટી ગાર્ડ ગિરધરભાઇ બાવનજીભાઇ પરમાર સવારે પ્રથમ પાળીમાં ફરજ પર હોય ત્યારે હોસ્પિટલમાં સર્જન વિભાગના પાર્કિંગ એરિયામાં 12:45 આસપાસ મહિલા ડોકટરોએ તેની કાર પાર્કિંગની બહાર કાઢવા બાબતે બાજી સૈનિક ગિરધરભાઇ બાવનજીભાઇ પરમાર કે, જે ફરજ પર હતાં તેમની સાથે જીભાજોડી કરી ગંદી ગાળો આપી બે-ત્રણ લાફા મારી તેના ચશ્મા અને મોબાઇલ નીચે પાડી ગેરવર્તણૂંક કરી હતી.

- Advertisement -

આ મહિલા ડોકટર શ્રીમંત પરિવારની દિકરી તેમજ ડોકટર માતા-પિતાની પુત્રી છે. ત્યારે એજ્યુકેટેડ પરિવારમાંથી આવતી આ દિકરીને આવુ વર્તન તેના પદને શોભતું નથી. ગિરધરભાઇ તેમની પોતાની ઉંમરના હોય, છતાં તેમને સાથે અશોભનીય વર્તન કર્યું હતું. ત્યારે આવી મહિલા ડોકટરની સામે કાયદેસરની કાર્યવાહી કરી ડિસિપ્લીન એકશન લેવાય તેવી માગણી હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કરવામાં આવી હતી. દેશના માજી સૈનિકની ઇજ્જત ન કરતાં આવતી હોય તેવી મહિલા ડોકટરને પાઠ ભણાવવો જરુરી છે. જેટલી ઉંમર મહિલા ડોકટરની છે. તેટલા વર્ષ માજી સૈનિકે દેશ માટે ફરજ બજાવી છે. ત્યારે તેને નોકર સમજી હળધૂત કર્યા હોય ત્યારે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા મંડળના સભ્યોની એવી માગ છે કે, દેશના તમામ માજી સૈનિકો તેમજ ગિરધરભાઇ પરમારની તેઓ માફી માગે. જો તે માફી નહીં માગે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જી.જી. હોસ્પિટલ ડીનને રજૂઆત કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular