Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયવૈષ્ણોદેવીના દર્શને રેકોર્ડબ્રેક શ્રધ્ધાળુઓ

વૈષ્ણોદેવીના દર્શને રેકોર્ડબ્રેક શ્રધ્ધાળુઓ

અત્રે કટરા શહેરની ત્રિફુટા પહાડીઓમાં આવેલ વૈષ્ણોદેવીના પવિત્ર ગુફા મંદિરમાં આ વર્ષે 95 લાખથી વધુ તીર્થયાત્રીઓનું આગમન થયુ હતું. જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે. તીર્થયાત્રાનાં ઈતિહાસમાં સૌથી વધુ સંખ્યા 2012 માં હતી, ત્યારે 1 કરોડ 4 લાખ 9 હજાર 569 શ્રધ્ધાળુઓએ પવિત્ર મંદિરમાં દર્શન કર્યા હતા.

- Advertisement -

ડિસેમ્બરની શરૂઆતમાં ઉપ મહાનિરિક્ષક (ડીઆઈજી)ઉધમપુર રિયાસી રેન્જ મોહમ્મદ સુલેમાન ચૌધરીએ યાત્રાની આધાર શિબીર કટરામાં માતા વૈષ્ણોદેવી તીર્થની સુરક્ષા સમીક્ષા અને પરિચાલન તૈયારીની બેઠકમાં ચર્ચા કરી હતી. બેઠકમાં હાજર દરેક અધિકારી પાસેથી યાત્રા દરમ્યાન બહેતર ભીડ મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીના બારામાં ડીઆઈજી યુઆરએ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular