જામનગર શહેરની ડિફેન્સ કોલોનીમાં જુની અદાવતનો ખાર રાખી રાત્રિના સમયે ગઢવી યુવાન ઉપર આઠેક જેટલા શખ્સોએ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતાં નાયાભાઈ નામના ગઢવી યુવાન ઉપર જૂની અદાવતનો ખાર રાખી આઠેક જેટલા શખસોેએ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવાન ઉપર થયેલા હુમલામાં ઘવાયેલા વ્યકિતને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં બનવાની જાણ થતા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે જી. જી. હોસ્પિટલ પહોંચી જઇ ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.