જામનગર અને દ્વારકા સહિત રાજ્યના 523 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી સાથે બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના 9 અને દ્વારકાના 3 મળી કુલ 12 પીએસઆઈની બદલીના આદેશ થયા છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેર જિલ્લાના નવ અને દેવભૂમિ દ્વારકાના 3 સહિત રાજ્યના 523 એએસઆઈને સરકાર દ્વારા પીએસઆઈ તરીકે બઢતી આપી બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરમાં ફરજ બજાવતા રમેશ લાલજીભાઈ રાઠોડની દેવભૂમિ દ્વારકા, જગતસિંહ ગુલાબસિંહ જાડેજાની જામનગર, મીરાબેન વિરલકુમાર દવેને પોરબંદર, સંજયકુમાર પ્રહલાદ ભટ્ટને રાજકોટ ગ્રામ્ય, રાજેન્દ્રકુમાર લાભશંકર પંડયાને દેવભૂમિ દ્વારકા, જયશ્રીબેન મણીલાલ અગ્રાવતને દેવભૂમિ દ્વારકા, વર્ષાકુમારી લખમણભાઈ ગોહેલને પોરબંદર, પુનિતભાઈ મેપાભાઈ મકવાણાને રાજકોટ શહેર અને રામભાઈ ચનાભાઈ ચાવડાની જામનગર ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
જ્યારે દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા નકુમ દામજીભાઈ સામજીભાઈની દેવભૂમિ દ્વારકામાં જ, અને કારાવદરા પુરીબેન રણમલભાઈને જામનગર તથા લાંગા વિજયદાન લાખણશીભાઈની પોરબંદર ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.