એનએસયુઆઇ જામનગર દ્વારા ઇન્ટર કોલેજ રાત્રી પ્રકાશ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું તા. 25થી 27 ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને વિદ્યાસાગર કોલેજ વચ્ચે યોજાયો હતો. જેમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજ ટીમ વિજેતા થઇ હતી.
આ કાર્યક્રમમાં પૂર્વસાંસદ વિક્રમભાઇ માડમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી, સહારાબેન મકવાણા, કોંગ્રેસ અગ્રણી મનોજભાઇ પટેલ, રાજપૂત સમાજના આગેવાન ધમભા જાડેજા (જનતા ફાટક), સંજયભાઇ કાંબરીયા સહિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતાં.
આ ક્રિકેટની ટુર્નામેન્ટનું આયોજન જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, એનએસયુઆઇ ગુજરાતના મહામંત્રી મહીપાલસિંહ જાડેજા, એનએસયુઆઇ ગુજરાતના મહામંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઇ જામનગર શહેર રવિરાજસિંહ ગોહિલ અને એનએસયુઆઇ જામનગર જિલ્લા સન્નીભાઇ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ રત્નદિપસિંહ વાઢેર, વિજયસિંહ ઝાલા, દર્શ પટેલ, વિશ્ર્વદિપસિંહ વાઢેર, પરિક્ષીત જાડેજા, શ્રેય ખિરસરીયા, બ્રિજરાજ સોઢા, આકાશ પાલનપુરા, હર્ષદિપ ઝાલા, સત્યજીત રાઠોડ, પાર્થ ભટ્ટી, દુશ્યંત જાડેજા વગેરે કાર્યકરોએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.