જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં સામાજિક કાર્યકર અને પત્રકારને બે શખ્સોએ મોબાઈલ ફોન ઉપર અપશબ્દો બોલી ઘરની બહાર નિકળીશ તો ગોત્યો નહીં જડ તેવી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં અને સામાજિક કાર્યકર તથા પત્રકાર સલીમભાઈ મુલ્લા ગત તા.19 ના સાંજના સમયે પંચવટી ફાટક પાસે બકાલાની ખરીદી કરતા હતાં ત્યારે તેમના મોબાઈલ નંબર પર 9998581111 નંબર પરથી જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા નામના વ્યક્તિએ ફોન કરી અપશબ્દો બોલી ‘તારે મારી મેટરમાં કયાંય વચ્ચે આવવું નહીં અને તને વાવડો હોય તો મેદાનમાં આવી જા’ તેમજ સાથે રહેલા રવિરાજસિંહ ઉર્ફે રવિ એ ફોન પર અપશબ્દો બોલી ‘કયાંય ગોત્યો નહીં જડે ગામમાં નિકળવા નહીં દઇએ’ તેવી ધમકી આપી હતી. ધમકીના બનાવ અંગેની સલીમભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.આર.કરંગીયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ફોન પર ધમકી આપ્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.