Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરના ધ્રાફામાં ચાર શખ્સોએ વૃધ્ધની જમીન પચાવી પાડી

જામજોધપુરના ધ્રાફામાં ચાર શખ્સોએ વૃધ્ધની જમીન પચાવી પાડી

ધ્રાફાની સીમમાં ખેતીની જમીન પચાવી પાડવા કાવતરૂ: બે શખ્સોએ જમીન વેંચી નાખી અને બે શખ્સોએ કબ્જો ન સોંપ્યો: ચાર શખ્સો સામે લેન્ડગે્રબિંગ એકટ હેઠળ ફરિયાદ

- Advertisement -

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં રહેતાં વૃધ્ધે ખરીદ કરેલી ખેતીની જમીનનો કબ્જો નહીં આપી પચાવી પાડયાની ચાર શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં સાત વડલાવાળી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા વલીમાદભાઈ ઉમરભાઈ જુણેજા નામના વૃધ્ધે તેના જ ગામના ઈભરામ કાસમ જુણેજા, ગુલમામદ કાસમ જુણેજા નામના બે વ્યકિતઓ પાસેથી ધ્રાફાની સીમમાં આવેલી 557 હે.આરે.ચો.મી. 0-44-42 અને 564 હે.આરે.ચો.મી. 2-43-30 ક્ષેત્રફળ વાળી જમીન વેંચાણથી ખરીદ કરી હતી. અને ત્યારબાદ વૃધ્ધ ખેડૂત જમીનના કબ્જા માટે ખેતરે ગયા તે સમયે ઈસ્માઇલ હમીર જુણેજા, સલીમ હમીર જુણેજા નામના બે શખ્સોએ વૃધ્ધ ખેડૂતને પતાવી દેવાની ધમકી આપી કબ્જો આપ્યો ન હતો. ત્યારબાદ ખેડૂતે અવાર-નવાર જમીન ખાલી કરવા માટે પ્રયાસ કર્યો હોવા છતાં જમીન ખાલી કરી ન હતી.

આખરે કંટાળીને ખેડૂતે શેઠવઠાળા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular