અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા આગામી તારીખ 23, 24 ડિસેમ્બરના રોજ રસોત્સવ થવા જઈ રહ્યો છે. ત્યારે તેના ભાગરૂપે દ્વારકા જગત મંદિર, રૂક્ષ્મણી મંદિર તેમજ મુખ્ય માર્ગને સુંદર લાઇટિંગ વડે સુશોભિત કરવામાં આવ્યો છે.
ભગવાન દ્વારકાધીશ ખુદ આ મહારાસમાં પધારે તેવા સુંદર ભાવ સાથે તેમના ચરણોમાં પ્રથમ કંકોત્રી અર્પણ કરવામાં આવી હતી. અને જે માર્ગ દ્વારા મહારાસના મેદાન સુધી ભગવાન દ્વારકાધીશ પધારે, તે માર્ગની એટલે કે જગત મંદિર પરિસરથી લઇને મહારાસના મેદાન સુધીના માર્ગને આહિર સમાજના આગેવાનો, મહિલા આગેવાનો તથા સમાજ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.