Tuesday, January 7, 2025
Homeરાજ્યહાલારડેન્ગ્યુની બીમારી બાદ આંબરડીના યુવાનનું સારવાર દરમિયાન મોત

ડેન્ગ્યુની બીમારી બાદ આંબરડીના યુવાનનું સારવાર દરમિયાન મોત

- Advertisement -

દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના આંબરડી ગામમાં રહેતાં યુવકને ડેન્ગ્યૂ થયો હતો ત્યારબાદ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા રવિ રામભાઈ ચાવડા નામના 23 વર્ષના યુવાનને ડેન્ગ્યુની અસર થઈ ગઈ હતી. જેથી તેને ભાણવડની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પિતા રામભાઈ ચાવડાએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular