તા. 22-12-2019ના રોજ જામનગર સિક્કાના રહેવાસી અને ગાંધીધામ કચ્છમાં સિક્યુરીટી ગાર્ડમાં નોકરી કરતાં અમીન જહુર મુગલ બાઇક ચલાવીને ગાંધીધામ રેનોલ્ડ શો-રુમ પાસે જતો હતો ત્યારે એક કચ્છ પાસિંગનો ટ્રક ટેઇલર જીજે-12-એવાય-2435ના ચાલકે અમીનને બાઇક સહિત હડફેટે લેતાં તેના ઉપર ટ્રકનું ટાયર ફળી વળતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. તે બદલ ગુજરનાર અમીનના વારસદારો જોયાબાનું જહુર મહમદ, સાઇરાબાનો વિગેરેએ જામનગરની અદાલતમાં ટ્રકના ચાલક, માલિક અને વિમા કંપની બજાજ આલિયાન્સ જનરલ ઇન્સ. કંપની સામે રૂા. 35,00,000નો કલેઇમ વળતરનો દાવો દાખલ કર્યો હતો. જે કેસ તા. 9-12-2023ની નેશનલ લોક અદાલતમાં સમાધાન માટે રજૂ કરતાં રૂા. 31,50,000 વિમા કંપનીએ કબુલ કરતાં જામનગરના મોટર એક્સિડન્ટ કલેઇમ ટ્રિબ્યુનલ એ.બી. ભટ્ટની અદાલતમાં મંજૂર થયેલ છે. ગુજરનારના વારસદારો તરફે એડવોકેટ એમ.એમ. કાદરી તથા એસ.એસ. શેખ રોકાયા હતાં.