Sunday, December 22, 2024
Homeરાજ્યરાજ્યના જસ્ટિસ તથા જિલ્લાના યુનિટ જજ દ્વારકાની મુલાકાતે

રાજ્યના જસ્ટિસ તથા જિલ્લાના યુનિટ જજ દ્વારકાની મુલાકાતે

ડી.એલ.એસ.એ કાનૂની સહાયતા કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરી : કોમ્પનસેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને 38.70 લાખનું વળતર ચૂકવાયું

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુનિટ જજ એચ.એમ. પ્રચ્છક દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમની સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયધીશ એસ.વી. વ્યાસ સાથે રહ્યા હતા.

- Advertisement -

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી (નાલસા)ની અનુશ્રામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દ્વારકાના જગત મંદિર ખાતે દેશભરમાંથી આવતા દર્શનાર્થીઓને કાનૂની માર્ગદર્શન મળી રહે તે હેતુસર કાનૂની સહાય કેન્દ્ર (હેલ્પ ડેસ્ક)ની શરૂઆત કરી છે. જેની ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તથા દેવભૂમિ દ્વારકાના યુનિટ જજ એચ.એમ. પ્રચ્છક દ્વારા મુલાકાત લઈ કાનૂની સહાય કેન્દ્ર (હેલ્પ ડેસ્ક) દ્વારા કરવામાં આવતી લીગલની કાર્યવાહીથી માહિતગાર થઈ પ્રશંસા કરી હતી તથા હજુ વધુ સારી રીતે કામગીરી કરી શકાય તેવા જરૂરી સૂચનો આપ્યા હતા.

જિલ્લાના છેવાડાના વિસ્તાર અને ડાયરેક્ટ રોડ કનેક્ટિવિટીથી અલિપ્ત એવા બેટ દ્વારકા વિસ્તારના લોકોને વિના મૂલ્યે કાનૂની સલાહ અને સહાય મળી રહે તે હેતુસર કાનૂની સહાયતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવેલ છે. જેની હાઇકોર્ટના જસ્ટિસ એચ.એમ. પ્રચ્છક દ્વારા મુલાકાત લઈ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા છેવાડા વિસ્તારમાં કરવામાં આવતી લીગલ અવેરનેસના કાર્યની પ્રશંસા કરી હતી.

- Advertisement -

લીગલ સર્વિસીસ ઓથોરિટી મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સરકારના વિવિધ વિભાગો જેવા કે કલેકટોરેટ, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, લેબર, રોજગાર વિગેરેઓ સાથે સુવ્યવસ્થિત રીતે કો – ઓર્ડીનેશન સાધી કાનૂની સેવાના ક્ષેત્રમાં સામાજિક ન્યાય સ્થાપવા અર્થે નીમવામાં આવેલ નોડલ ઓફિસરો અને તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ખંભાળિયામાં જિલ્લા અદાલત ખાતે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એચ.એમ. પ્રચ્છકની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેરમેન તથા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી. વ્યાસ સાથે જ્યુડિશિયલ ઓફિસર તથા જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, બાર એસો. પ્રમુખ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મીડીએટર સંજયભાઈ જોષી, મુખ્ય જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા, મદદનીશ સરકારી વકીલઓ, એ.પી.પી.ઓ, તથા અન્ય વિભાગ ના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં તેઓ એ આ મિટિંગ દરમિયાન સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને આંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ખૂબ ઝડપથી મળી રહે, સામાજિક ન્યાય સ્થપાઈ તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને વધુ વેગવંતી બનાવવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

- Advertisement -

આ મિટિંગમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એચ.એમ. પ્રચ્છકના હસ્તે ગુજરાત વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ કુલ બાર અરજીમાં ભોગ બનનારને કુલ રૂ. 26 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આમ છેલ્લા છ મહિનામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કુલ રૂ. 38.70 લાખ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પ્રચ્છક દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીની મુલાકાત લઈ, પક્ષકારોને આપવામાં આવતી લીગલ એઈડ, મિડીએશન પ્રક્રિયા, વગેરેની માહિતી મેળવી અને જિલ્લાના મહત્તમ લોકો સુધી કાનૂની સહાય અંગે જાગરૂકતા ફેલાઈ તથા અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી સરકારના સ્ટેક હોલ્ડર સાથે યોગ્ય સંકલન સાધી કરી શકાય તેવા મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મુલાકાત દરમિયાન દેવભૂમિ દ્વારકાના ચેરમેન તથા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી. વ્યાસ પણ સાથે રહ્યા હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular