Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પ્રાથમિક પક્ષી સર્વેક્ષણ હાથ ધરાયું

જામનગર જિલ્લામાં પ્રાથમિક પક્ષી સર્વેક્ષણ હાથ ધરાયું

છ રેંજમાં 75 જેટલા ફોરેસ્ટ સ્ટાફ સાથે પ્રક્રિયા શરૂ

- Advertisement -

ગુજરાત રાજ્ય કક્ષાની જળ પ્લાવિત વિસ્તારની પક્ષી ગણતરી શરૂ થઈ ગઇ છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ વન વિભાગ દ્વારા પક્ષી ગણતરી ચાલી રહી છે. ત્યારે જુદા જુદા 60 થી વધુ લોકેશનમાં ફોરેસ્ટ સ્ટાફ સાથે આ ગણતરીની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

- Advertisement -

વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા હાલ પક્ષી ગણતરી ચાલી રહી છે. ત્યારે આ ગણતરી ગત તા.16, 17 થી શરૂ કરાઇ છે. જે આગામી તા.23,24,30,31 સુધી ચાલુ રહેશે. આ દરમિયાન જામનગર જિલ્લામાં પણ પ્રાથમિક પક્ષી સર્વેક્ષણ હાથ ધરાયું છે. જેમાં છ રેંજમાં 75 જેટલા ફોરેસ્ટ સ્ટાફ સાથે 20 જેટલા પક્ષી વિદો છે. જ્યારે 60 થી વધુ લોકેશનમાં આ પ્રક્રિયા હાથ ધરવાના છે.

- Advertisement -

આ તકે પક્ષી ગણતરીના બીજા દિવસે જોડિયા વિસ્તારના કેશિયા બંધારા ખાતે પક્ષી ગણતરીમાં જય ભાયાણી, વન રક્ષક અને જે. બડિયાવદરા સાથે 37 જેટલી પ્રજાતિઓના 5000 જેટલા પક્ષીઓ જોવા મળ્યા હતાં. ખાસ કરીને -( ઝવય છયમ અદફમફદફિં ઈફળફક્ષમફદફ અળફક્ષમફદફ) છયમ ખીક્ષશફ જ્ઞિ જિફિૂંબયિિુ ઋશક્ષભવ પાંચ બચ્ચા સાથે પ્રથમ વખત જોવા મળી હતી.

આ ડેટા કલેકશન ઊ બશમિ એપના માધ્યમ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ હજુ આ ગણતરીનું કામ ચાલી રહ્યું છે. છ દિવસમાંથી બે દિવસ ગણતરી કરી હજુ ચાર દિવસ ગણતરીના અંતે પક્ષીઓની સંખ્યા જાણવા મળશે. તેમ વિશ્ર્વાસ ઠકકર અને જોષીભાઈની સંયુકત યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular