જામનગર થી ગિરનાર થઈ શ્રી સિદ્ધાંચલ ગિરિરાજનો ૩૭ દિવસીય ‘શ્રી નમિ-નેમિ-આદિજિન છ’રી પાલક યાત્રા સંઘ’નું આયોજન કરવામાં આવ્યું છે. ગચ્છસ્થવંર પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજય લલિતશેખર સુરીશ્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મનમોહનસુરીશ્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રવિશેખર સુરીશ્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ધર્મશેખરસુરીશ્વરજી મહારાજ, પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયધર્મસુરીશ્વરજી મહારાજ અને પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હર્ષશેખરસુરીશ્વરજી મહારાજ તથા આદિ શતાધીક શ્રમણ-શ્રમણી ભગવંતોની નેત્રાનંદકારી નિશ્રામાં તા. ૧૭-૧ર-ર૦ર૩ ને રવિવારે સવારે ૬ વાગ્યે મેહુલનગર દેરાસરથી સંઘ પ્રયાણ કરશે.
મેહુલનગર દેરાસર થી પ્રયાણ થયેલ યાત્રા સંઘ કામદાર દેરાસર, ચંપાવિહાર દેરાસર, ઓશવાળ કોલોની દેરાસર, દિગ્વિજય પ્લોટ દેરાસર, ખંભાળિયા મેઈન ગેટ થઈને ચાંદીબજાર થઈ લાલવાડી દેરાસરે આ સંઘ પહોંચશે. ઉપરોક્ત તમામ દેરાસરે ધજા ચડાવવામાં આવશે.
આ યાત્રા સંઘ ૩૦ જગ્યાએ પડાવ નાખશે. જેમાં તા. ૧૭/૧ર ના લાલવાડી એ પ્રથમ પડાવ હશે. ત્યારપછી તા. ૧૮/૧ર ના વિજરખી, તા. ૧૯/૧ર ના મતવા, તા. ર૦/૧ર ના હરિપર, તા. ર૧/૧ર ના કાલાવડ, તા. રર/૧ર ના ટોડા, તા. ર૩/૧ર ના સાતોદડ, તા. ર૪/૧ર ના જામકંડોરણા, તા. રપ/૧ર ના વેગડીએ આ યાત્રાસંઘ પડાવ નાખશે. આમ આ યાત્રા સંઘ તા.રર/૦૧-ર૦ર૪ ને સોમવારે પાલીતાણા (માળ) પહોંચશે.