જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા શખ્સને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ નાશી ગયેલા બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં ગોપાલ ચોક વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રોહિત ઉર્ફે કાનીયો રાજુ મકવાણા નામના શખ્સને વર્લીમટકાના આંકડા સાથે રૂા.2960 ની રોકડ રકમ અને રૂ.2000ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.4960 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા મયુર ઉર્ફે ટીટો શરદ શિંગાળા નામનો શખ્સ નાશી ગયો હતો. પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.