જામનગર શહેરમાં નવી આરટીઓ કચેરી પાછળ ઝુંપડામાં રહેતા યુવકને બાંધકામમાં કામ કરવું ગમતું ન હોવાથી કામ વધુ હોય જેની ચિંતામાં ગુરૂવારે વહેલીસવારના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના નવાનગર ગામના વતની અને હાલ જામનગર શહેર નજીક આવેલી આરટીઓ કચેરી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ શંકરભાઈ મસાર (ઉ.વ.25) નામના યુવકને બાંધકામમાં કામ કરવું ગમતું ન હતું. પરંતુ કામ વધુ હોવાથી ચિંતામાં જિંદગીથી કંટાળીને ગુરૂવારે વહેલીસવારના સમયે તેના ઘર પાસે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકની પત્ની સંગીતાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એન. જે. રાવલ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.