જામનગરમાં જય ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ સમાજ સમૂહલગ્નોત્સવ 2023 યોજાયા હતાં.
જામનગરમાં વસંત પરિવારની વાળી ખાતે વોર્ડ નં.15 ના કોર્પોરેટર અને જય ભગવતી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આનંદભાઈ આર. રાઠોડ અને તેમની ટીમ દ્વારા 21 યુગલોના સમૂહલગ્નનું સુંદર આયોજન કરાયું હતું. આ તકે સમાજના વડીલો અને શહેરના મહાનુભાવો એ આ યુગલોને આશિર્વાદ આપ્યા હતાં.
આ પ્રસંગે આનંદભાઈ રાઠોડ, ડાયાભાઈ રાઠોડ, કેશુભાઈ પરમાર, યોગેશભાઈ વાઘ, ભીમજીભાઈ મેરીયા, હિરાભાઈ સાગઠીયા, આનંદભાઈ ગોહિલ, પરબતભાઈ મકવાણા, અનિલભાઈ સેજુ, ગૌતમભાઈ બોખાણી, નિલેશભાઈ રાઠોડ, દર્શનભાઈ રાઠોડ, મોતીલાલ બાવરવા, કરણ ચંદ્રપાલ, જીવરાજભાઈ ચૌહાણ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.