ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને (રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) દ્વારા ગુજરાતના રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહા અઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનમાં જોડાવા માગતા જામનગરના ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો જાહેર જનતા માટે નિ:શુલ્ક લાખોટા તળાવ ગેટ નંબર 6 અને 7 ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા અગાઉ પ્રેક્ટિસના ભાગરૂપે ત્રિદિવસીય ટ્રેનિંગ આપવામાં આવશે, તા.15 /12/ 2023 થી તા. 17/12 /2023 ત્રિ દિવસીય લાખોટા તળાવ ગેટ નંબર 6 અને 7 ખાતે સવારે 6:30 થી 7:30 વાગ્યે અને સાંજે 6:30 થી 7:30 સુધી વિનામૂલ્યે સૂર્ય નમસ્કાર વધુ સારી રીતે કરી શકાય તે માટેની પ્રેક્ટિસ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો દ્વારા આપવામાં આવશે, વધુ વિગત માટે જામનગર જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર મો.નં.88498 15510 ઉપર સંપર્ક કરવો.