જામનગર સ્થિત છેલ્લા બે દાયકાથી પ્રકૃતિના ખોળે પીછી, કલર અને પેપરના સંયોજનથી કલાકૃતિ બનાવનાર આનંદ શાહ આ પૂર્વ્ે પોરબંદર, રાજકોટ તથા અમદાવાદમાં વન મેન શો કરી ચૂકયા છે. પચીસથી વધુ ગ્રુપ શો તથા જામનગરની અનેક શાળાઓમાં લાઇવ પેઇન્ટીંગ્સ ડેમોન્સ્ટ્રેશન આપેલ છે. તેઓનો વન મેન શો (પ્રિવ્યુ) રવિશંકર રાવલ કલાભવન, અમદાવાદ ખાતે ત્યારબાદ પુના ખાતે યોજાશે. અમદાવાદ ખાતેના પ્રદર્શન ઉદ્ઘાટન પ્રસંગે અશોક ચાવડા-રજીસ્ટ્રાર, ગુજરાત આયુ. યુનિ. જામનગર, દિલીપ દવે સુપ્રસિધ્ધ ચિત્રકાર, કુલીન પટેલ, ઇન્ટીરીયલ ડિઝાઇનર, આર્ટીસ્ટ, નિર્સંગ આહિર, કલા વિવેચક તથા જીગરભાઇ પંડયા, લેખક-આર્ટિસ્ટ, ટીવી એન્કર ઉપસ્થિત રહેશે. કલા વિવેચક તથા જીગરભાઇ પંડયા, લેખક-આર્ટિસ્ટ, ટીવી. એન્કર ઉપસ્થિત રહેશે. તા. 15ના સાંજે 5 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ થશે તેમજ તા. 16-17ના રોજ પ્રદર્શન સવારે 11 થી રાત્રીના 7 સુધી લોકો નિહાળી શકશે.
પુના ખાતેના પ્રદર્શન ઉદ્ઘાટન પ્રસંગે મિલિન્દ મુલિક તથા હિરેમઠ આર્ટીસ્ટ ઉપસ્થિત રહેશે.. દર્પણ આર્ટ ગેલેરી, પુના તા. 21ના સાંજે 5 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ થશે તેમજ તા. 22થી તા. 24 સવારે 11થી રાત્રીના 7 સુધી લોકો નિહાળી શકશે. આ પ્રદર્શન ગુજરાત રાજ્ય લલીત કલા અકાદમીના નાણાકીય સહાયથી યોજવામાં આવ્યું છે. તેમ આનંદ શાહની યાદી જણાવે છે.