મધ્યપ્રદેશના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લઈને સત્તાની કમાન સંભાળી લીધી છે. આ સાથે જ તેમણે આજે જારી કરેલા સીએમ તરીકેના તેમના પ્રથમ આદેશમાં, મોટા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સંબંધિત આદેશો જારી કર્યા છે.
સીએમનો પહેલો આદેશ મળ્યા બાદ ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ અનિયમિત અથવા અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. મુખ્યમંત્રી મોહન યાદવનો પહેલો આદેશ એ હતો કે ધાર્મિક સ્થળો પર મોટા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવામાં આવે. આદેશ અનુસાર અનિયમિત અને અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવાઈ છે. જયારે નિયમિત અને નિયંત્રિત (પરવાનગીપાત્ર ડેસિબલ) ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી.