Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં ગ્રાહકોને મળશે હવે રીપેરીંગનો અધિકાર

દેશમાં ગ્રાહકોને મળશે હવે રીપેરીંગનો અધિકાર

કાર સહિતના ઓટો ક્ષેત્રમાં કંપનીના જ સર્વિસ સેન્ટરના બદલે અન્ય સર્વિસ સેન્ટરમાં પણ વોરન્ટી-ગેરન્ટી માન્ય રહેશે: સ્કેમ પોલીસી સાથે સેકન્ડ હેન્ડ સ્પેરપાર્ટસનું વિશાળ બજાર સર્જાશે

- Advertisement -

દેશમાં મોબાઈલ ફોનની લેપટોપ અને તે પ્રકારના ઈ-ગેઝેટની સતત વધતી જતી સંખ્યા સાથે ઈ-વેસ્ટની સમસ્યા પણ વધતી જાય છે અને આ ઈ-વેસ્ટના નિકાલ માટે કોઈ ખાસ નીતિ નથી. લોકો પોતાનો જુનો મોબાઈલનો કોઈ ક્ષતિ સર્જાય તો તેને એવીજ સલાહ મળશે કે તેના રીપેરીંગના ખર્ચ કરતા તમો નવો મોબાઈલ લો તે એકંદરે વધુ સસ્તુ પડશે.

- Advertisement -

આમ ગેઝેટ સહિતની ચીજોમાં યુઝ એન્ડ થ્રોની નીતિ અપનાવતા ઈ-વેસ્ટની સમસ્યા વધી ગઈ છે અને તેની સરકાર હવે ગ્રાહકોને મરામત કે રીપેરીંગનો પણ અધિકાર આપવા જઈ રહી છે. ઈ-ગેઝેટમાં વોરન્ટીમાં તો શરતો લાગું જેવી સ્થિતિ છે અને ગેરેન્ટીમાં હવે ફકત પોલીટીકલ શબ્દ જ બની ગયો છે તે સમયે લોકોને તેમના ગેઝેટમાં રીપેરીંગનો અધિકાર અપાશે અને કંપનીઓ દ્વારા તેનો અમલ કરાયો.

આ પ્રકારની સ્થિતિમાં વોરન્ટી કે ગેરેન્ટીઓ કંપનીના માન્ય સર્વિસ સેન્ટરમાં મોબાઈલથી લઈને કાર સુધીની વોરન્ટી-ગેરન્ટી પીરીયડમાં સ્પેરપાર્ટસથી લઈને રીપેરીંગનો ચાર્જ સામાન્ય બજાર કરતા વધુ હોય છે. ઓરીજનલ કંપનીની ગેરેન્ટી આપીને પણ ઉંચી કિંમત વસુલાય છે. હવે દેશમાં સરકાર સર્વિસને એક ઉત્પાદન જેવા જ ઉદ્યોગ તરીકે જોવા માંગે છે અને તેમાં કંપનીઓને તેની બહારના સર્વિસ સેન્ટરમાં પણ ગેરેન્ટી-વોરન્ટી માન્ય રહે તે જોવા કરવાને અમેરિકા અને યુરોપમાં આ પ્રકારનો અધિકાર અપાયો જ છે.

- Advertisement -

ગ્રાહકોને કોઈ ઉત્પાદન બગડી જાય તો તેના સ્પેર નવા લેવા જ કંપનીઓ કે સર્વિસ સેન્ટર ફરજ પાડે છે પણ હવે તેને રીપેરીંગનો અધિકાર અપાશે. જેમાં ખરીદનાર ફકત કંપની કે તેના માન્ય સર્વિસ સેન્ટરની જે મોનોપોલી છે તે તૂટશે. સર્વિસ ક્ષેત્રમાં સ્પર્ધા ઉભી થશે તથા ઈ-વેસ્ટ સહિતના એક વેસ્ટની સમસ્યા પણ ઘટશે. કંપનીઓને તેના ઉત્પાદનો જે જૂના થઈ જાય તો એ પરત ખરીદવાની પણ ગ્રાહકોને માટે એક જોગવાઈ રાખવી પડશે.

દેશમાં ઓટો ક્ષેત્રમાં સ્કેમ પોલીસી આવી રહી છે તેમાં સ્કેમમાં જતા વાહનોના સ્પેરપાર્ટસ જે હજું કામ આપી શકે તેમ હોય તેને ફરી કંપનીઓ યોગ્ય રીતે રીપેર ચેક કરીને વેચી શકે તો નવા સ્પેર કરતા 50% જેવી કિંમતે આ સ્પેરપાર્ટસ મળશે જે ગ્રાહકને પણ લાભકર્તા રહેશે તથા એક નવી ઈન્ડસ્ટ્રીઝ પણ ઉભી થશે જે રોજગાર પણ વધારશે. દેશમાં ઈ-વેસ્ટના રીસાયકલની જોગવાઈ પણ આગામી દિવસોમાં થઈ શકે છે.

- Advertisement -

2021/22માં 16 લાખ ટન ઈ-વેસ્ટ નિકળ્યો હતો. જેમાં ફકત ત્રીજા ભાગમાં જ રીસાયકલ થયો છે જેના કારણે પર્યાવરણને નુકશાનકર્તા કરારો પણ વધતો જાય છે. કંપનીઓ પણ હવે રીપેરીંગ કે મરામતના અધિકારની નવી વ્યાપારી ચેનલ શરૂ થાય તે જોવા માંગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular