જામનગર તાલુકાના હાપા ગામમાં ચાંદની ચોક વિસ્તારમાં મિત્રને મસ્તી કર્યાનું ખોટું લાગી જતાં શખ્સે યુવાન મિત્ર ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલી શિવશકિત સોસાયટીમાં રહેતો સોમરાજ નાગાજણ વીર (ઉ.વ.27) નામનો મજૂરી કરતો યુવાન ગત શુક્રવારે રાત્રિના સમયે હાપાના ચાંદની ચોકમાં પાન-મસાલો ખાવા ઉભો હતો તે દરમિયાન તેનો મિત્ર જગદીશ બાવરી ત્યાં આવ્યો હતો અને તે દરમિયાન વાતો કરતા હતાં ત્યારે સોમરાજે જગદીશની મસ્તી કરતા ખોટું લાગી જવાથી જગદીશ બાવરી નામના શખ્સે ઉશ્કેરાઈને લોખંડના પાઈપ વડે મિત્ર સોમરાજ ઉપર હુમલો કરતા બેભાન થઈ ઢળી પડયો હતો. ત્યારબાદ સોમરાજને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો સી ડી જાટીયા તથા સ્ટાફે જગદીશ બાવરી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.