Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બર્ધનચોકમાંથી યુવાનના મોબાઇલ ફોનની ચોરી

જામનગરના બર્ધનચોકમાંથી યુવાનના મોબાઇલ ફોનની ચોરી

ત્રણ દરવાજા પાસે મહિલાના મોબાઇલની તસ્કરી : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર નજીક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા યુવાન શહેરના બર્ધન ચોક વિસ્તારમાં ખરીદી કરવા માટે ગયા હતાં તે દરમિયાન અજાણ્યા શખ્સે તેની પાસે રહેલો રૂા.25000 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી ગયો હતો. જામનગરના ત્રણ દરવાજા પાસેના વિસ્તારમાંથી મહિલાનો પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલી ખાનગી કંપનીમાં ફરજ બજાવતો અમીતભાઈ બક્ષી નામનો યુવાન શનિવારે સાંજના સમયે બર્ધનચોક વિસ્તારમાં ખરીદી કરવા માટે ગયા હતા તે દરમિયાન તેના શર્ટના ખીસ્સામાં રહેલો રૂા.25 હજારની કિંમતનો વન પ્લસ કંપનીનો મોબાઇલ ફોન અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરતા હેકો જી.વી. ચાવડા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતાં મહિલા ગત તા.1 ના રોજ ત્રણ દરવાજા પાસેના વિસ્તારમાં ગયા હતાં તે દરમિયાન તેની પાસે રહેલો રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્યા તસ્કર ચોરી કરી ગયા હતાં. મહિલાના પતિ શૈલેષભાઈના નિવેદનના આધારે હેકો એસ.વી. જાડેજા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular