જામનગર એલસીબી પોલીસે મહાપ્રભુજીની બેઠક પાસેથી બે શખ્સોને ચોરાઉ કેબલ વાયર સાથે ઝડપી લઇ રૂા.7000 ની કિંમતનો 600 મીટર કેબલવાયર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ઈન્ટરનેટના ઉપયોગ થતા ફાયબર ઓપ્ટીકલ કેબલ વાયરની ચોરી અંગેની જામનગર સિટી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં આરોપી મહાપ્રભુજીની બેઠક પાસે હોવાની એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા કાસમભાઈ બ્લોચને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી અને એલસીબીના પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મહંમદસદામ અબ્દુલકાદર કુરેશી તથા સોયબ હનીફ મિરજા નામના બે શખ્સોને રૂા.7000ની કિંમતના 600 મીટર ફાયબર ઓપ્ટીકલ કેબલ વાયર સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ કાર્યવાહી માટે સિટી એ પોલીસને સોંપી આપ્યા હતાં.