જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળ ના બેડી તેમજ આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તેમજ રેપીડ એક્શન ફોર્ષની સહાયતા ટુકડી દ્વારા કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સમગ્ર વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરી હતી તેમજ સ્થાનિક લોકો સાથે મુલાકાત પણ કરી હતી.
ફોર્સ એ/100 બટાલીયન ફેમીલી રાઇઝેશન કવાયત અનુસંધાને બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકાત તેમજ રેપીડ એક્શન ફોર્સના અધિકારી-જવાનો સાથે પોલિસ સ્ટેશન વિસ્તારમાં નુરી રઝા ચોક,ઇકબાલ ચોક,સોઢા ફળી, ઈદ મસ્જિદ ચોકમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું તેમજ કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્ર્નો અંગેની માહિતી આપવામાં આવી હતી.