જામનગર શહેરમાં વધતી જતી મોબાઇલ ફોન ચોરી અટકાવવા માટે પોલીસ અધિક્ષકની સુચના સંદર્ભે એલસીબીની ટીમે મોબાઇલ ચોરીમાં એક તરૂણને ઝડપી લઇ ફોન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં છેલ્લાં થોડા સમયથી મોબાઇલ ફોન ચોરીના બનાવો વધી ગયા છે. તેમાં પણ નવરાત્રિ તહેવાર હોવાથી મોબાઇલ ચોરીની ઘટનાઓ વધતી જાય છે. મોબાઇલ ચોરી ડામવા માટે પોલીસ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એલસીબીના દિલીપ તલાવડિયા, કાસમ બ્લોચ, હિતેન્દ્રસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરી તથા સ્ટાફ દ્વારા એક મહિના અગાઉ ગુરૂદ્વારા પાસે એકસેસ બાઈકના ખાનામાંથી 25 હજારની કિંમતના મોબાઇલ ફોન ચોરીમાં સંડોવાયેલા તરૂણને ઝડપી લઇ તેની પાસેથી ચોરાઉ મોબાઇલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.