જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની આંતરશાળા રાસસ્પર્ધા યોજાઇ હતી. જેમાં મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. અને આ રાસગરબા સ્પર્ધા નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓની આંતરશાળા રાસ સ્પર્ધાનું તા. 14ના રોજ કુંવરબા ધર્મશાળા પવનચકકી પાસે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ તકે મેયર વિનોદભાઇ ખીમસુર્યા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોષી,દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા, વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.