ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર સંચાલિત હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ખરીદી માટે તામીલનાડુના વેપારીઓનું આગમન થયું હતું. તમિલનાડુના વેપારીઓએ હાલારના ખેડૂતોની મગફળી ખરીદી હતી. ખેડૂતોએ પણ મગફળીના ઉંચાભાવો મળ્યા હતાં. ભાણવડ તાલુકાના ઘેલડા ગામના અશ્ર્વિન રાજા કદાવલા નામના ખેડૂત 66 નંબર જાતની 55 ગુણી મગફળી વેંચાણ માટે લાવ્યા હતાં. જેને એક મણના રૂા.2000 જેટલા ભાવો હરરાજીમાં મળ્યા હતાં.