Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજોશીમઠના કેટલાક વિસ્તારો એક મીટર સુધી જમીનમાં ધસી ગયા

જોશીમઠના કેટલાક વિસ્તારો એક મીટર સુધી જમીનમાં ધસી ગયા

રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, સમગ્ર જોશીમઠમાં ખડકોનું સ્ટ્રક્ચર એકસરખું નથી

- Advertisement -

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત જોશીમઠ ભૂસ્ખલન માટે ભયજનક ક્ષેત્ર માનવામાં આવે છે. જોશીમઠમાં મોટાભાગના ભૂસ્ખલન ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે થયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સેટેલાઇટ ઇમેજમાં જોશીમઠમાં 6 સેમીથી 1 મીટર નીચે ગરકાવ થયા હોવાનું સામે આવ્યું છે. જો કે, એક મીટર સુધી જમીનનો ઘટાડો મર્યાદિત વિસ્તારમાં હતો. આ સાથે જ ભૂગર્ભમાં 10 મીટર સુધીના વિશાળ પથ્થરો મળી આવ્યા હતા. NGRI દ્વારા જોશીમઠમાં ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂ-તકનીકી ધોરણે રજૂ કરાયેલ અહેવાલમાં જાણવા મળ્યું કે, અહીંના ખડકો અને તેમાં રહેલા માટી કે અન્ય કણો સમગ્ર જોશીમઠમાં એકસરખા નથી, કોઈ જગ્યા પર નાના તો કોઈ જગ્યા પર મોટા ખડકો જોવા મળે છે. આ ખડકોની મહતમ જાડાઈ ભૂગર્ભની આસપાસ જોવા મળે છે.

- Advertisement -

જોશીમઠના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ સામે આવ્યું કે, સખત ખડકોની ટોચ પર 35 મીટરથી વધુ કાટમાળ જમા છે, જે હિમનદીઓ અને ભૂસ્ખલન દ્વારા જમા થયો છે. આ કાટમાળમાં ઓછી કઠિનતા સાથે લગભગ 15 મીટર નરમ માટીનું જાડું પડ હોય છે. ત્યાર બાદ ખડકોનો બીજો તબક્કો 20 મીટર હોય છે જે સખત અને ગીચ છે. ત્યાર બાદના તબક્કામાં ફરી એકવાર ઓછી કઠિનતાનું સ્તર છે. જોશીમઠમાં તિરાડો સપાટી લગભગ 50 ભળ પહોળી થયેલી જોવા મળે છે. તેમની પહોળાઈ વિવિધ વિસ્તારોમાં બદલાય છે. જ્યારે ઊંડાઈ 20 થી 35 મીટરથી વધુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular