ભાણવડ તાલુકાના આંબરડી ગામના વાડી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ભગવાનજીભાઈ પરમાર નામના 45 વર્ષના યુવાન સાથે ઝાડ કાપવા બાબતે જુના મન દુ:ખનો ખાર રાખી, આ જ ગામના મયુર દાનાભાઈ લગારીયા, ભોલાભાઈ લગારીયા, લખમણ અરજણ લગારીયા અને પ્રભાબેન લખમણભાઈ લગારીયાએ બિભત્સ ગાળો કાઢી, લાકડીના તથા ધારીયાના ઘા મારી, લોહી લુહાણ કરી મૂક્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં સામા પક્ષે સામતભાઈ ઉર્ફે ભોલાભાઈ અરજણભાઈ લગારીયા (ઉ.વ. 45, રહે. આંબરડી) એ હસમુખભાઈ ભગવાનજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.