Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા હોમગાર્ડઝ જવાનો ગણેશ વિસર્જન બંદોબસ્ત માટે સુરત રવાના

જામનગર જિલ્લા હોમગાર્ડઝ જવાનો ગણેશ વિસર્જન બંદોબસ્ત માટે સુરત રવાના

- Advertisement -

આજ ગણેશ ચતુર્થીનો પાવન અવસર છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ પંડાલો લાગ્યા છે અને ભાવિકો પોતાના ઘરે પણ બાપ્પાની પધરામણી કરી રહ્યા છે. લગભગ ઘરોમાં ગણપતિ બાપા મોરીયાના નાદો સંભળાય રહ્યા છે. ત્યારે ગણેશ વિસર્જન સમયે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. આ પ્રસંગે લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે અને વ્યવસ્થા સંચવાય તેના માટે પોલીસ તેમજ હોમગાર્ડઝની ટીમ સતત કાર્યરત હોય છે. ત્યારે સુરત ખાતે પણ આ ઉત્સવને લઇને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોને સુરત મુકામે ગણેશ વિસર્જન બંદોબસ્ત માટે ઈન્ચાર્જ પદુભા જાડેજા અને શ્રવણ પ્રજાપતિની આગેવાની હેઠળ જિલ્લા લિગલ ઓફિસર ગીરીશ સરવૈયા, હેડ કલાર્ક મહેન્દ્રસિંહ કાંસેલા અને જુનિયર કલાર્ક ગીરીરાજસિંહ જાડેજા એ નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ રવાના કરાવેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular