Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : સાંસદ પૂનમબેનના હસ્તે જાણીતા લેખિકા ઉષામણિની પુસ્તિકાનું વિમોચન

Video : સાંસદ પૂનમબેનના હસ્તે જાણીતા લેખિકા ઉષામણિની પુસ્તિકાનું વિમોચન

આજના તરૂણો અને તેના માતા-પિતા માટે વાંચવા લાયક પુસ્તક એટલે It's Now or Never

- Advertisement -

સામાન્ય રીતે લેખક એટલે કે, એવી વ્યક્તિ કે જે પુસ્તક, વાર્તા, કવિતા અથવા કોઇપણ પ્રકારનું લખાણ લખે, આપણા જીવનના એવા ઘણાં મુદ્ાઓ છે. જેના પર સારા સારા વિચારો લેખકોએ લખ્યા છે. આમ કોઇપણ એક મુદ્ા પર વિશેષ વિચાર તેઓ પોતાના પુસ્તકોમાં લખતા હોય છે. એટલે જ તો આપણી સંસ્કૃત્તિમાં વાંચનનું પણ એટલું જ મહત્વ છે. જાણીતા શિક્ષણવિદ્ અને મોટીવેશનલ સ્પિકર તેમજ જાણીતા લેખિકા ઉષા મણિની પુસ્તિકાનું વિમોચન સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ગઇકાલે હાલારના સાંસદ પૂનમબેન માડમના હસ્તે લેખિકા ઉષા મણિ દ્વારા લિખિત પુસ્તિકા It’s Now or Never નું વિમોચન ગાંધીનગર રોડ પર આવેલ વિશ્ર્વકર્મા બાગ ખાતે કરવામાં આવ્યું હતું. આજની પેઢી તરુણો અને તેના માતા-પિતાને વાંચવાલાયક આ પુસ્તિકા છે. જેમાં હાલના સમયમાં તરુણો અને તેના માતા-પિતાની સામે આવતાં પ્રશ્ર્નો અને તેના નિવારણ માટેનું સરસ સાહિત્ય છે. આ પુસ્તિકા જીષવનના મૂલ્યોને સમજવા કેટલા જરુરી છે. તે સારી રીતે આ પુસ્તિકામાં દર્શાવવામાં આવ્યું છે.

- Advertisement -

આ વિમોચન કરતાં હાલારના સાંસદે કહ્યું કે, એક સાંસદ તરીકે નહીં, પરંતુ એક સ્ટુડન્ટ તરીકે હું આ પ્રસંગે હાજર છું. ઉષા મણિ માટે તેમણે કહ્યું હતું કે, દરેક સ્ટુડન્ટમાંથી તેમના સારા ગુણને જોઇને તે ગુણોને આધારે સ્ટુડન્ટને આગળ વધારવા માટે તેઓ સક્ષમ છે. તેમના ગુરુ તરીકે તેમણે જીવનનું ઘડતર કર્યું છે. ભાગ્યશાળી વિદ્યાર્થીઓને આવા શિક્ષક જ નહીં પરંતુ ખૂબ સારા મોટીવેશન સ્પિકર પણ છે અને તેમના આ શબ્દોનો નિચોડ એટલે It’s Now or Never

આ પુસ્તિકાનું વિમોચન હાલાર સાંસદ પૂનમબેન માડમે કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઇ કગથરા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણિયા, પૂર્વશહેર ભાજપ અધ્યક્ષ નિલશેભાઇ ઉદાણી, વેપારી અગ્રણી જીતુભાઇ લાલ, એચડીએફસી બેંકના સૌરાષ્ટ્ર ઝોનના કલ્સ્ટર હેડ નિરજભાઇ દતાણી, દિનેશભાઇ મારફતીયા, બાદલભાઇ રાજાણી, હેમલભાઇ કોટચ, મિહિરભાઇ કાનાણી, ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટના આર.કે. શાહ, જિલ્લા ભાજપના દિલીપભાઇ ભોજાણી, હિતુલભાઇ કારીયા, ધ્યેયભાઇ કોટક, રણજીતભાઇ મારફતીયા, ડો. ભગદે, પ્રિતીબેન કોટક, કોમલબેન પટેલ રાજાણી, દર્શનભાઇ ઠક્કર, દિપકભાઇ ઠક્કર, જગતભાઇ રાવલ તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કાર્યક્રમનું સંચાલન નિશી કાનાણીએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular