તારીખ ૩ ના રોજ જામનગરના પ્રવાસે પધારેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ સાંસદ પૂનમબેન માડમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશિભાઈ ચનિયારા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જામનગર શહેર તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું સન્માન કરાયું હતું.