જામનગર મહાપાલિકાની ફુડ શાખા દ્વારા તહેવારોને અનુલક્ષીને શહેરમાં ફરસાણ વિક્રેતાઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદા-જુદા ફરસાણ અને તેલની ગુણવતાની ચકાસણી કરવામાં આવી હતી.
જામ્યુકોના ફુડ સેફટી અધિકારી દ્વારા શ્રાવણ માસના તહેવારો દરમ્યાન લોકોનું આરોગ્ય જોખમાય નહીં તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવાના ઉદેશ્ય સાથે શહેરમાં લક્ષ્મી ફરસાણ માર્ટ, ગણેશ સ્વીટ એન્ડ નમકીન, યશ સ્વીટ, શિવાલય ડેરી, અક્ષર સ્વીટ અને ફરસાણ, રામ સ્વીટ, કાઠિયાવાડી અન્નપૂર્ણા હોટલ, વિશ્ર્વ ફરસાણ, દેવરાજ નમકીન, ખોડિયાર સ્વીટ માર્ટ, ખેતેશ્ર્વર સ્વીટ, વાહેગુરૂ સ્વીટ અને નમકીન, કિરીટ ફરસાણ, હરિઓમ ફરસાણ, સોન હલવા, વિજય ફરસાણ તથા સંતોષી ફરાળી સેન્ટરમાં ઉપયોગમાં લેવાતા તેલ અને અન્ય ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સંતોષી ફરાળી સેન્ટરમાં પાંચ કિલો તેલનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તમામ ફરસાણ વિક્રેતાનઓને સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણો જાળવવા સૂચના આપવામાં આવી હતી. રણજીતસાગર રોડર આરિયા ફુડ પેલેસમાંથી અખાદ્ય નુડલ્સ, બટેટા, ડ્રેગન પોટેટો વગેરેને સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. જયારે ફુડ લાયન્સ ન ધરાવતી 13 પેઢીઓને નોટિસ પાઠવવામા આવી હતી.