Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરભાઈ-બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધનના પર્વની ઉજવણી

ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધનના પર્વની ઉજવણી

રાષ્ટ્રસેવા અને સમાજ સેવા સાથે જોડાયેલા 51 સ્થાનો પર 351 ભાઈઓને બાંધી રાખડી

- Advertisement -

ભારત એ તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. દરેક ભારતીય ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવે છે. જેમાં રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. ત્યારે બહેન ભાઈને તીલક કરીને તેના કાંડે રક્ષાસુત્ર બાંધ છે. અને ભાઈ તેના જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને તેનું સ્વાસ્થ્ય સારું રહે તેમજ દીઘાર્યુ રહે તેવી પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈ પણ પોતાની બહેનને તેની રક્ષા કરવાનું વચન આપે છે. આમ આ પવિત્ર તહેવારની ઉજવણી જામનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા એસપી પ્રેમસુખ ડેલુ, જિલ્લા કલેકટર, પોલીસ કર્મચારીઓ, વકીલ મંડળોને રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી હતી. જામનગરની જી. જી. હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓ અને સરકારી નર્સિંગ કોલેજની છાત્રાઓ દ્વારા લોકોની સુરક્ષા માટે સતત સજાગ એવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરક્ષા સેવા સાથે જોડાયેલા પુરૂષ જ નહીં પરંતુ ‘નારી તું નારાયણી’ એ વાકયને સાર્થક કરતા સ્ત્રી મહિલા પોલીસ કર્મચારીઓને પણ રાખડી બાંધવામાં આવી હતી. નર્સિંગ કર્મચારીઓએ એસ પી કચેરીમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવ્યો હતો આ ઉપરાંત જેકુરબેન ક્ધયા વિદ્યાલયના એસપીસી કેડેટ્સ દ્વારા પણ એસપી રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ખોડલધામ મહિલા સમિતિ દ્વારા જામનગરમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સુરક્ષા સેનાનીઓને રક્ષાકવચ બાંધી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ખોડલધામ મહિલા સમિતિની બહેનોએ જામનગરમાં આર્મી, એસએસબી અને પોલીસ અધિકારીઓને વિધીપૂર્વક રાખડી બાંધી હતી. જામનગરના લોકોને સલામત વાતાવરણ પૂરુ પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુને મહિલાોએ રાખડી બાંધી હતી. જ્યારે વતનથી સેંકડો કિલો મીટર દુર ફરજ બજાવી રહેલા દેશના સુરક્ષા કર્મચારીઓને રાખડી બાંધી તેમની સેવાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલાોઅએ માં ખોડલની પ્રતિકાત્મક તસ્વીર જવાનોને આપી હતી.

- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની અને માતૃશકિતની બહેનોએ અનોખી રીતે ઉજવી રક્ષાબંધન

- Advertisement -

હેતના હિલોળે લાગણીની નૌકામાં તરતો એક સંબંધ એટલે રક્ષાબંધન. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન કે જે આપણી ભારતીય સંસ્કૃતિ અને તહેવારો છે. જેમાં બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને તેના આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઈ પણ આ બહેનને તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ભાઈ – બહેનના તહેવારની અનોખી ઉજવણી વિશ્ર્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની તેમજ માતૃશકિતની બહેનોએ કરી હતી.
વર્તમાન સમયમાં આ તહેવાર ભાઈ અને બહેન પૂરતો સીમિત થઈ ગયો છે. જ્યારે વર્તમાન પરિસ્થિતિ પર નજર કરતા જોઇ શકાય છે કે ધર્મ અને રાષ્ટ્રને તોડનારા ઘણાં પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે સૌથી મોટો ધર્મ માનવતા અને સૌથી પહેલી ફરજ રાષ્ટ્રપ પ્રત્યેની ફરજ ને નિભાવનારા સમાજના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા તમામને રક્ષા સુત્ર બાંધીને તેમની દીઘાર્યુ માટે પ્રાર્થના કરી હતી તેમજ આવીને આવી રીતે સમાજ અને લોક કલ્યાણના વિચારો સાથે

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular