Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરVideo : શ્રાવણી સોમવારે શિવાલયોમાં ગુંજ્યો ઓમ નમ: શિવાયનો નાદ

Video : શ્રાવણી સોમવારે શિવાલયોમાં ગુંજ્યો ઓમ નમ: શિવાયનો નાદ

- Advertisement -

જામનગરમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. શ્રાવણ માસના બીજા સોમવારના વ્હેલી સવારથી શિવમંદિરોમાં હર-હર મહાદેવ અને બમ-બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયો હતો.

- Advertisement -

છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે શિવમય બનતાં શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર જોવા મળી રહ્યાં છે. આજરોજ શ્રાવણ માસના બીજા સોમવારે પાર્વતીપતિને નમન કરવા શિવભક્તો અધિરા બન્યા હતાં. વ્હેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની લાંબી લાઇનો લાગી હતી અને શિવભક્તોએ શિવમંદિરોમાં હર-હર મહાદેવ અને ઓમ નમો: શિવાયના જાપ કર્યા હતાં. તેમજ જળાભિષેક, દુગ્ધાભિષેક કરી શિવજીની પૂજા અર્ચના કરી હતી. જામનગર શહેરમાં સુપ્રસિધ્ધ એવા કાશિ વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, રામેશ્ર્વર મહાદેવ મંદિર, કુબેરભંડારી મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર, ઓમકાળેશ્ર્વર મહાદેવ મંદિર, બેડેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના અનેક નાના-મોટા શિવમંદિરોમાં ભગવાન શિવની આરાધના થઇ રહી છે. આ ઉપરાંત શિવમંદિરોમાં બિલીપત્ર અર્પણ, રૂદ્રાભિષેક, લઘુરૂદ્રી, મહાઆરતી તેમજ શ્રૃંગાર દર્શન સહિતના આયોજનો થઇ રહ્યાં છે. જેનો શિવભક્તો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યાં છે. આજે શ્રાવણી સોમવાર નિમિત્તે જામનગર શહેરના લગભગ તમામ નાના-મોટા શિવ મંદિરોમાં ભગવાન શિવનો અનેરો શણગાર કરવામાં આવશે. વિવિધ શણગારથી ભગવાનના અલૌકિકરૂપના શિવભક્તો દર્શન કરી ભાવવિભોર થશે. ઉપરાંત શિવની આરાધનાના શ્રાવણ માસમાં શિવભક્તો ઉપવાસ, એકટાણા કરી શિવજીની ભક્તિ કરી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular