કાલાવડ ગામમાં લોજમાં જમવા ગયલા મામા-ભાણેજને હસી મજાક કરવાની બાબતે બે શખ્સોએ ફડાકા ઝીંકી લોજમાંથી જાહેર રોડ પર લઇ આવી ઢીકાપાટુનો માર મારી ખટારો માથે ચડાવી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટમાં અંબીકા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અનિલભાઈ દોંગા નામના પટેલ યુવાન તેના ભાણેજ વિરેન માઘાણી સાથે ગત તા. 10 ના રોજ બપોરના સમયે કાલાવડ ગામમાં આવેલી ઢોેકરીયા લોજમાં જમવા ગયા હતાં. જ્યાં બપોરના સમયે મામા-ભાણેજ હસીમજાક કરતાં હતાં તે દરમિયાન લોજમાં જમવા આવેલા જયેશ વાઘાણી અને એક અજાણ્યા શખ્સે અનિલભાઈ અને તેના ભાણેજને ફડાકા મારી લોજમાંથી જાહેર રસ્તા પર લઇ આવી રસ્તા પર ફડાકા તેમજ ઢીકાપાટુનો માર મારી અપશબ્દો કહ્યા હતાં અને બંને હુમલાખોરોએ અનિલભાઈને ખટારા નીચે ચગદી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઈજાગ્રસ્ત અનિલભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.