સાંસદ પૂનમબેન માડમે કલેકટર કચેરીના સંભાખંડ ખાતે એસ.એલ.આર, ડી.આઈ.એલ.આર,એન.એચ.એ. આઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર,સિવિલ એરપોર્ટ જામનગરના ડાયરેક્ટર,લીડ બેન્કના અધિકારીઓ સાથે બેઠક યોજી જામનગર જિલ્લાની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જામનગર-ધ્રોલ-માળીયા નેશનલ હાઈવેમાં ધ્રોલ બાયપાસ માટે જમીન સંપાદન માટે બહાર પડાયેલ જાહેરનામા અન્વયે ખેડૂતોને સંપાદન થતી જમીનના પ્રશ્ર્ન બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીશ્રી, મહેસૂલ અધિકારી ધ્રોલના ખેડૂત આગેવાન તથા અસરગ્રસ્ત ખેડૂતો સાથે પરામર્શ બેઠક યોજી હતી. બેંકો દ્વારા અમલવારી કરવામાં આવતી કેન્દ્ર સરકારીની યોજનાઓ અંગે યોજના વાઈઝ લક્ષ્યાંક, સિધ્ધી પ્રગતિ અંગેની જીલ્લાની બેંકોના પ્રતિનિધિ સાથે સ્પેશ્યલ ડીસ્ટ્રીક લેવલની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી તેમજ મહેસુલી અધિકારીઓ સાથે મહેસૂલ વિભાગના પ્રશ્ર્નો અંગે સમીક્ષા બેઠક કરી બાકી રહેલા કામો ત્વરિત થાય તેમજ લોકોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તે દિશામાં કામગીરી કરવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં કલેકટર બી.એ. શાહ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, ડી.આર.ડી.એ. નિયામક ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.