દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં રહેતો ખેડૂત બળદગાડામાં તેના ખેતરે જતો હતો તે દરમિયાન રસ્તામાં ગાડા પર જીવંત વીજવાયર પડતા બે બળદોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જો કે સદનસીબે ખેડુતનો આબાદ બચાવ થયો હતો.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા નથુભાઈ કમાભાઈ ચાવડા નામના એક ખેડૂત આધેડ ગઈકાલે મંગળવારે બળદગાડા મારફતે પોતાના ખેતરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જીવંત વીજ વાયર તેમના ગાડા પર પડતા બંને બળદના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જોકે નસીબ જોગે ગાડા પર સવાર ખેડૂતનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવથી ખેડૂત પરિવારમાં વિજ તંત્રની નબળી કામગીરી સામે રોષની લાગણી જોવા મળી હતી.