કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામના પાટીયા પાસેથી પસાર થતી રીક્ષાના ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે ચલાવતા રીક્ષામાં સવાર યુવાનનું નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ કલ્યાણપુરથી આશરે આઠ કિલોમીટર દૂર દેવળિયા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 યુ. 0969 નંબરના છકડા રિક્ષાના ચાલક ભીમાભાઈ મસરીભાઈ ગામીએ પોતાનો છકડા રીક્ષા ગફલતભરી રીતે ચલાવતા આ રિક્ષામાં જઈ રહેલા વિનોદભાઈ હમીરભાઈ ગામી નામના યુવાન પટકાઈ પડ્યા હતા. જેથી તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ જગદીશભાઈ હમીરભાઈ ગામી (રહે. જામ રાવલ, હનુમાનધાર) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે છકડા રીક્ષાના ચાલક ભીમાભાઈ મસરીભાઈ સામે આઇ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.