Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસુરતના ઉમરા પોલીસ સ્ટેશનના ચોરીના કેસના બે આરોપીને ઝડપી લેતી જામનગર એસઓજી

સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના ચોરીના કેસના બે આરોપીને ઝડપી લેતી જામનગર એસઓજી

- Advertisement -

સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનના ચોરીના કેસમાં નાસતા ફરતા બે આરોપીને જામનગર એસઓજી પોલીસે જામનગરમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, સુરત શહેરમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફોરવ્હીલર ગાડીમાંથી રોકડ રૂપિયાની ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસના આરોપી પરેશ પટેલ તથા જગદીશ પટેલ હાલમાં જામનગરમાં હોવાની એસઓજીના પીએસઆઈ જે.ડી.પરમાર, હેકો રાજેશભાઈ મકવાણા તથા પો.કો. વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે ડી પરમાર તથા એસઓજી સ્ટાફ દ્વારા જામનગરના શરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ પાસેથી પરેશ છગન હિંગરાજિયા પટેલ તથા જગદીશ ગોરધન ખાનપરા પટેલ નામના બે શખ્સોને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સુરત શહેર ઉમરા પોલીસને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular