આ અંગેની વિગત મુજબ, દ્વારકામાં દેવી ભુવન રોડ પર રહેતા અને ભદ્રકાલી ચોકમાં ગેસ્ટ હાઉસ ધરાવતા ફેનીલભાઈ પરેશભાઈ સામાણી નામના વેપારી યુવાન સાથે બોલાચાલી કરી, દીપકભા માણેક નામના શખ્સે ફરિયાદી ફેનિલભાઈના ભત્રીજાને ફડાકા ઝીંકી, “અહીં ધંધો કરવો હોય તો દર મહિને મને રૂપિયા 5,000 આપવા પડશે. નહીં આપો તો ટાંટિયા ભાંગી નાખીશ અથવા તો મારીને લાશ એવી જગ્યાએ ફેંકી દઈશ કે લાશ પણ મળશે નહીં.” તે પ્રકારની ધમકી આપી, મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસે ફેનિલભાઈ સમાણીની ફરિયાદ પરથી આરોપી દિપક માણેક સામે આઈ.પી.સી. કલમ 386, 323, 504 અને 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


