Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ચેક બાઉન્સના બે કેસમાં બન્ને આરોપીઓને 2-2 વર્ષની કેદ

જામનગરમાં ચેક બાઉન્સના બે કેસમાં બન્ને આરોપીઓને 2-2 વર્ષની કેદ

- Advertisement -

જામનગરમાં ચેક બાઉન્સના ર અલગ-અલગ કેસમાં કોર્ટે બન્ને આરોપીઓને 2-2વર્ષની કેદ સજા ફટકારી છે.
જામનગર શહેરમાં રહેતા આસીફ યુસુભાઇ સફિયાએ લીમડા લાઈનમાં આવેલ માધવ કોમ્પલેક્ષમાં આવેલ ઈક્રિવટાશ સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડમાંથી એગ્રીમેન્ટ કરી વાહન ઉપર લોન મેળવેલ હતી. ત્યારબાદ લોનના હપ્તા સમયસર નહિં ભરતાં આશરે રૂા. 7.50,000 રકમનો ચેક આપી સમાધાન કર્યુ હતું. પરતુ તે ચેક રીર્ટન થયો હતો જેથી ઇકિવટાસ સ્મોલ ફાયનાનસ બેંક લિમિટેડના વકીલ મૃગેન એમ. ઠાકર મારફત નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નોટિસનો કોઇ ખુલાસો આરોપી દ્વારા કરવામાં આવેલ નહીં કે માંગણાની રકમ પણ ભરપાઇ નહીં કરવામાં આવેલ ઇકિટવટાસ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડના વકીલ મારફત જામનગરની અદાલતમાં નેગોસીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કમલ -138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસ ચાલી જતાં જામનગરના 7માં એડીશિનલ ચી. જયુ. મેજીસ્ટ્રેટ વી.જે.ગઢવીએ બે વર્ષની સાદી કેદીની સજા અને રૂા. 7.500000ના દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો હતો અને જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો આરોપીઓ વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

- Advertisement -

અન્ય કેસમાં દેવભુમી દ્વારકાના આરંભડા ગામમાં રહેતાં જેતાભાઈ પરબતભાઈ હાથીયાએ લીમડા લાઈનમાં આવેલ માધવ કોમ્પલેક્ષમાં આવેલ ઈકિવટાસ સ્મોલ ફાયનાન્સ, બેંક લીમીટેડમાંથી એગ્રીમેન્ટ કરી વાહન ઉપર લોન મેળવેલ હતી. ત્યારબાદ લોનના હપ્તા સમયસર ન ભરતાં તેઓનું વાહન સીઝ કરવામાં આવેલ અને ત્યારબાદ નિકળતા નુકસાન વળતર પેટે આશરે રૂા. 300000ની રકમનો ચેક આપી સમાધાન કર્યુ હતું. પરંતુ તે ચેક રીટર્ન થયો હતો જેથી ઇકિવટાસ સ્મોલ ફાયનાનસ બેંક લિમિટેડના વકીલ મૃગેન એમ. ઠાકર મારફત નોટિસ આપવામાં આવી હતી. પરંતુ માંગણાની રકમ ભરપાઇ નહીં કરવામાં આવતા ઇકિવટાસ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડના વકીલ મારફત જામનગરની અદાલતમાં નેગોસીએશલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસ ચાલી જતાં જામનગરના 10માં એડી. ચીફ જયુ. મેજીસ્ટ્રેટ આર.બી. ગોસાઇએ ર વર્ષની સાદી કેદની સજા અને રૂા. 10000 ના દંડની રકમ ચુકવી આપવા હુકમ કર્યો હતો અને જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો આરોપીએ વધુ 10 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો તેમજ આ કેસમાં આરોપી લાંબા સયમથી હાજર રહેતા ન હોય સજાનો હુકમ કરી દેવભૂમિ દ્વારકાના ડીએસપી જામખંભાળિયાને આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઇસ્યુ કરી અમલવારી સારૂ મોકલવાનો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular