Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયચંદ્રની ત્રીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-3

ચંદ્રની ત્રીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-3

- Advertisement -

ભારતનું મહત્વકાંક્ષી ’ચંદ્રયાન-3’ મિશન સતત આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. ઈસરોએ કહ્યું કે ભારતનું મહત્વાકાંક્ષી ત્રીજું ચંદ્ર મિશન (ચંદ્રયાન-3) અવકાશયાન ચંદ્રની ત્રીજી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરોએ એક ટ્વિટમાં કહ્યું કે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું છે. આજે ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ઘટીને 174 કિમી ડ્ઢ 1437 કિમી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આગામી ઑપરેશન 14 ઑગસ્ટ, 23ના રોજ 11:30 થી 12:30 ની વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે.આ પહેલા ચંદ્રયાન-3એ અવકાશમાંથી ચંદ્રની પ્રથમ તસવીર મોકલી હતી. 5 ઓગસ્ટે ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, તે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું ’સોફ્ટ લેન્ડિંગ’ કરવાનો પ્રયાસ કરશે. અગાઉ, 14 જુલાઈના રોજ લોન્ચ થયા પછી, ચંદ્રયાન-3ને ભ્રમણ કક્ષા વધારવાની કામગીરીમાં પાંચ વખત સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular