Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગર‘મારી માટી મારો દેશ’ અભિયાનમાં જોડાવા કૃષ્ણમણિજી મહારાજે દેશવાસીઓને કર્યું આહવાન

‘મારી માટી મારો દેશ’ અભિયાનમાં જોડાવા કૃષ્ણમણિજી મહારાજે દેશવાસીઓને કર્યું આહવાન

- Advertisement -

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં આજથી શરુ થનારા મહાઅભિયાનમાં જોડાવા માટે જામનગરના પ્રણામિ સંપ્રદાયના આચાર્યએ સમગ્ર દેશવાસીઓને જોડાવા માટે આહવાન કર્યું છે. જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે.

- Advertisement -

આજથી દેશભરમાં મારી માટી મારો દેશ મહાઅભિયાનની શરુઆત થઇ રહી છે. ત્યારે નવતનપુરી ધામ જામનગર કૃષ્ણમણિ સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ દ્વારા મારી મારી માટી મારો દેશ અભિયાનમાં જોડાવા માટે સમગ્ર દેશવાસીઓને આહવાન કર્યું છે. તથા તેઓ પણ એક જાગૃત નાગરિક તરીકે પ્રતિજ્ઞા લીધી હતી કે, ભારતને વિશ્ર્વગુરુ સ્થાને પહોંચાડવા પૂર્ણપણે પ્રયત્ન કરવા તેમજ દરેકને ગુલામીની તુચ્છ માનસિકતાથી દૂર રહેવા પ્રેરણા આપવા અને દેશની સંસ્કૃત્તિ અને પરંપરા પ્રત્યે પૂર્ણ ગૌરવ કરવા પ્રેરણા આપીને ભારતને એક સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના દરેક કાર્યો કરવામાં દરેકને પ્રેરણા આપવા પ્રતિજ્ઞા લીધી હતી અને સમગ્ર દેશવાસીઓએ મારી માટી મારો દેશ અભિયાન સાથે જોડવવા માટે આહવાન કર્યું હતું.

- Advertisement -

દેશભરમાં આજથી મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન મહા અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે આજથી જામનગર જિલ્લાની કુલ 421 ગ્રામ પંચાયતો ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આજે તા.9 ઑગસ્ટના રોજ જામનગર તાલુકાની 50, ધ્રોલ તાલુકાની 10, જોડિયા તાલુકાની 12, લાલપુર તાલુકાની 21, જામજોધપુર તાલુકાની 13, કાલાવડ તાલુકાની 27 ગ્રામ પંચાયતો ખાતે ઉજવણી કરવામાં આવશે તેમજ જે તે ગામની નિર્ધારિત શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. અને દેશ માટે બલિદાન આપનાર શહીદવીરોના પરિવારજનોને સમ્માનિત કરવામાં આવશે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમની ઉજવણી અંતર્ગત શીલાફલકમ, વીર વંદના, પંચપ્રાણ પ્રતિષ્ઠા, વસુધા વંદન અને ધ્વજ વંદનના કાર્યક્રમો યોજવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular