Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં યોજાયો મહાપાલિકા કક્ષાનો વન મહોત્સવ

હાપા યાર્ડમાં યોજાયો મહાપાલિકા કક્ષાનો વન મહોત્સવ

રાજ્યમાં 74માં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં મહાનગરપાલિકાના કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક વનિકરણ વિભાગ દેવભૂમિ દ્વારકાના સહયોગથી યોજાયેલા આ વન મહોત્સવ શહેરના મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જ્યારે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, નાયબ વન સરક્ષક ડી.કે. સાધુ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત આ કાર્યક્રમમાં નાયબ કમિશનર ભાવેશ જાની, યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ધીરૂભાઇ કારિયા તેમજ જામ્યુકો. શાસકપક્ષના નેતા કુસુમ પંડયા, કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે બાળકો દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. વન મહોત્સવ અંતર્ગત વિનામૂલ્યે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular