Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહિમાચલથી ઉત્તરપ્રદેશ સુધી ભારે વરસાદનું એલર્ટ

હિમાચલથી ઉત્તરપ્રદેશ સુધી ભારે વરસાદનું એલર્ટ

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. દેશના બાકીના ભાગોમાં વીજળી પડવાની સંભાવના છે.આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular