Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : સાધના કોલોનીની તૂટી પડેલી ઇમારતનો બચેલો અડધો જોખમી ભાગ તોડી...

Video : સાધના કોલોનીની તૂટી પડેલી ઇમારતનો બચેલો અડધો જોખમી ભાગ તોડી પડાયો

થોડા સમય પહેલાં ધરાશાયી થયેલી ઇમારતમાં દબાઇને 4 વ્યકિતના મૃત્યુ નિપજયા હતા

- Advertisement -

જામનગરની સાધના કોલોનીમાં થોડા સમય પહેલાં ધરાશાયી થયેલાં મકાનના બાકી બચેલા અડધાં જર્જરીત ભાગને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા ફાયરબ્રિગેડ, ટીપીઓ અને વીજકંપનીના અધિકારીઓને સાથે રાખીને આ જર્જરીત ઇમારત તોડવાની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રાજયના અનેક શહેરોમાં જર્જરીત ઇમારતો તૂટી પડવાની શ્રેણીબધ્ધ ઘટનાઓ ઘટી રહી છે ત્યારે જામ્યુકોનું તંત્ર પણ જર્જરીત ઇમારતોને લઇને સક્રિય થયું છે. ગઇકાલે શહેરના જર્જરીત 1404 આવાસને તોડી પાડવા માટે તેમાં રહેતાં આસામીઓને અંતિમ ચેતવણી આપવામાં આવ્યા બાદ આજે સવારે સાધના કોલોનીની આ જર્જરીત ઇમારત તોડી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. થોડા સમય પહેલાં સાધના કોલોની હાઉસીંગ બોર્ડની 3 માળની ઇમારત પૈકીનો અડધો ભાગ ધડાકાભેર તૂટી પડયો હતો. આ ઘટનામાં ઇમારતના કાટમાળ હેઠળ દબાઇને 4 વ્યકિતના મૃત્યુ નિપજયા હતા. તૂટી પડેલી ઇમારતનો અડધો ભાગ જર્જરીત અવસ્થામાં ઉભો હોય આ ઇમારત વધુ કોઇ દુર્ઘટના સર્જે નહીં તે માટે જર્જરીત ઇમારતને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા જેસીબી સહિતના સાધનો દ્વારા ઇમારતનો જોખમી ભાગ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular