Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઅલિયાબાડામાં વિદ્યામંડળ-ગંગાજળા વિદ્યાપીઠને આધુનિકરણ માટે મળ્યું યોગદાન

અલિયાબાડામાં વિદ્યામંડળ-ગંગાજળા વિદ્યાપીઠને આધુનિકરણ માટે મળ્યું યોગદાન

આશર પરિવાર તરફથી 51 હજારનું યોગદાન

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર અને મહાન શિક્ષણવિદ ડૉ. ડોલરરાય માંકડ દ્વારા સ્થાપિત વિદ્યામંડળ ગંગાજળા વિદ્યાપીઠ, અલિયાબાડા ખાતે છેલ્લા 70 વર્ષથી તેમના આદર્શોને જીવંત રાખી, બાલમંદિર, પ્રાથમિક શાળા, નિવાસી આશ્રમ શાળા, હાઇસ્કુલ અને બી.એડ. કોલેજના માધ્યમથી સંસ્કાર સિંચનનું કાર્ય કરી રહેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં આશીર્વાદરૂપ એવી આ સંસ્થાનું આધુનિકરણ કરવાનું કાર્ય પ્રગતિમા છે. ત્યારે મૂળ અલિયાબડાના વતની સ્વ. નંદલાલભાઇ ત્રિભોવનદાસ આશરની 13મી પુણ્યતિથિ નિમિતે તેમના પરિવાજનો સંજયભાઇ આશર તથા સુનિલભઇ આશર તરફથી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સ્વૈચ્છિક રીતે રૂા. 51,000નું દાન આપી સંસ્થાના સેવાયજ્ઞમાં આહુતિ આપેલ છે. નંદલાલભાઇના પરિવાર તરફથી સંજયભાઇ આશર, મિરલ આશર તથા હાર્દિક આશરના હસ્તે આ દાનની રકમનો ચેક સંસ્થાના ટ્રસ્ટીને સુપ્રત કરવામાં આવેલ. તેમના દાન બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ, વિભાગીય વડાઓ, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વ.નંદલાલભાઇ આશરના પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular